ખેલ : પ્રકરણ-16

(190)
  • 5.4k
  • 8
  • 3.1k

શાંત વાતાવરણ હતું. નદીમાં વહેતા પાણીનો આછેરો અવાજ અને ક્યાંક વ્રુક્ષોમાં બોલતા પક્ષીઓના અવાજ સિવાય કોઈ અવાજ હવે આવતો ન હતો. મુબઈ કરતા વડોદરામાં ઠંડી વધારે હતી. તેમાય નદી કિનારે તો ખુલ્લી હવામાં માણસ ધ્રુજવા લાગે તેવી ઠંડક હતી. તેમાં કમર ઉપર ગનની નળી અડી છે એ જાણી તેના પગમાં આછી ધ્રુજારી આવી ગઈ પણ તે હવે હિમત હારી શકે તેમ ન હતી. મન ઉપર ડર ઉપર કાબુ મેળવી એ સેકન્ડોમાં સ્વસ્થ થઇ ગઈ. "જી બોસ, લઈ આવું છું." પેલા અજાણ્યા માણસે વાક્ય પૂરું કરી ફોન કટ કરવા બટન દબાવ્યું. તે હિન્દીમાં વાત કરતો હતો. શ્રીએ બંને હાથ જેકેટના પોકેટમાં