ભાગ : 15 મરુપ્રદેશ ની મધરાત બરાબર ની જામી હતી.નર્સરીમાં ચોમેર સન્નાટો પથરાયેલ હતો.મે જોયું કે મિતલ અનિલ સૂઈ ગયા છે એટલે હું હળવેથી ઉભો થયો. કીચનમા જયીને પાણી પીધું. ત્યારબાદ મારી બેગમાં થી એક ચાવી નીકાળી. આજે રાત્રે મારે જેતપાલ ના ઘરની તલાશ કરવાની હતી.હીના ની કામ કરવાની પધ્ધતિ આગવી હતી.ડિફેન્સ ડિપાર્ટમેન્ટ તરફથી અમને આ કેસને લગતી તમામ બાબતો ઉપર ઓપન ઈન્કવાયરી કરવાના ટોટલ રાઈટ્સ અપાયાં હતાં. હાઇકોર્ટે.. હાઇકમાન્ડ તરફથી પણ અમને છૂટો દૌર અપાયો હતો. ધોળા દિવસે બેહિચક અમે જેતપાલ ના સીલ મકાન નું તાળું ખોલીને તપાસ કરી શકયા હોત... અમને કોઈ રોકટોક નહોતી