કઠપૂતલી - 25

(111)
  • 6.4k
  • 10
  • 2.7k

અભય દેસાઈ પરેશાન હતો. પોલિસ હેડ ક્વાર્ટર પર પોતાની ઓફિસમાં કોઈ ઊંચી બ્રાન્ડની સિગારના કશ ખેંચી જાતને ધુંમાડાના ચકરાવામાં ઘેરી લીધી હતી. જિંદગીમાં પહેલી વાર કોઈ એવો પડકારજનક કેસ હાથમાં હતો. જેને અભયનું પ્રેશર વધારી દીધું હતું. રીતસર તરૂણના બંગલે જાપ્તો ગોઠવ્યા છતાં ખૂની સિફતથી પોતાનું કાર્ય પાર પાડી ગયો. પોતાનો સ્ટાફ માત્ર ચોકી પહેરો ભરતો રહી ગયો. અભયે બેલ બજાવી પોતાની અંડરમાં કામ કરતા તાવડે ને બોલાવ્યો. ત્યારે જ પોલીસ ચોકી પર સમીરનું આગમન થયું. "May i come in sir..?" સમિરે ભીતર પ્રવેશવાની પરવાનગી માગી. અભય દેસાઇએ તાવડેને ઈશારો કર્યો. તાવડે બહાર આવી સમીરને ઓફિસમાં દોરી ગયો. "હલ્લો સર..!"