એક ખાનગી ન્યુઝ ચેનલ પર જાહેરાત લખાઈને પ્રસારિત થઇ હતી.સ્ક્રીન પર નાનકડી પટ્ટીમાં લખ્યું હતું :‘કૂખ ભાડે જોઈએ છીએ.કૂખ ભાડે રાખનાર એનઆરઆઇ મહિલા છે.અંગેનો યોગ્ય વળતર આપવામાં આવશે.’ નીચે પ્રકાશનો મોબાઇલ નંબર આપવામાં આવ્યો હતો. સંપર્ક નંબર પોતાનો આપવામાં આવ્યો હતો તેથી પ્રકાશ પર આ અંગેની પૃચ્છા કરતા ફોન આવવા લાગ્યા હતા.સૌથી પહેલો ફોન એક પુરુષનો હતો.તેણે પૂછપરછ કરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં જિજ્ઞાસાવશ પણ પ્રકાશે સામે સવાલ કર્યો હતો:‘આપ આવું કરવા સોરો,પત્ની પાસે કરાવવા કેમ તૈયાર થાય છો ?’પ્રકાશ માટે આ વિગત જ નવી હતી. વળી દીકરી દત્તક લેવાની વાત એકબાજુ રાખીને સેરોગેટ મધરવાળી વાતને પકડી હતી. સામે પૃચ્છા કરનારે જવાબ આપવામાં પ્રથમ થોડો ખચકાટ અનુભવ્યો. પણ પ્રકાશે કહ્યું હતું : ‘સ્પષ્ટ કહેશો તો આગળ વધવાનું ઠીક રહેશે.’