ક્યારેક તો મળીશું - ભાગ ૧૩

(66)
  • 5.1k
  • 2.3k

મૌસમ ઘરે પહોંચી ગઈ... શાંતિથી ચા નાસ્તો કરે છે.માહી રાહીને ચા આપે છે તે મૌસમ જુએ છે.મૌસમ:- "શું થયું રાહીને...તાવ આવ્યો છે કે શું?"ભારતીબહેન:- "એક કારની સ્હેજ ટક્કર વાગતાં પડી ગઈ છે."મૌસમ રાહી પાસે જાય છે અને કહે છે "વધારે નથી વાગ્યું ને? ચાલ તો ડોક્ટર પાસે જઈ આવીએ."રાહી:- "Didu chill...અને અમે ડોક્ટર પાસે જઈ આવ્યા છીએ...હું ઠીક છું તો તમે શાંતિથી ચા પી લો...Ok..?"રાહીની તબિયત હવે સારી છે એવું લાગતા મૌસમને શાંતિ થાય છે.રસોઈ બનાવીને બધા જમી લે છે.બધા બેઠક રૂમમાં બેસી ટીવી જોય છે.પંક્તિ:- "શું ક્યારની મોબાઈલ લઈને બેસી રહી છે...કોઈ સાથે ઓનલાઈન ચેટિગ કરે છે કે શું?