ખેલ : પ્રકરણ-15

(192)
  • 5.2k
  • 1
  • 3.1k

પોલીસની ગાડી બરાબર નજીક આવીને ઉભી રહી. પેલી અકસ્માત થયેલી કાર અને શ્રી વચ્ચે પોલીસની ગાડી ઉભી રહી ત્યારે શ્રી મોબાઇલ નીકાળી કઈક કરતી હોય એવો ડોળ કરવા લાગી. હવે પોતે પોલીસના ચક્કરમાં ફસાય તો એને જામીન આપે એવું પણ કોઈ હતું નહીં. આડી નજરે પોલીસ ગાડીમાં થતી હિલચાલ જોવા લાગી. પોતે અર્જુનના કહેવાથી શું શું કર્યું હતું? એ બધું હવે એને બેહુદુ લાગવા લાગ્યું. ગાડીમાંથી બે પોલીસ અફસર નીચે ઉતર્યા. એક ઊંચો, પાતળો છતા મજબૂત બાંધાનો હતો. બીજો એક વૃદ્ધ હતો, માથાના અને દાઢીના ખાસ્સા વાળ સફેદ થઈ ગયેલ હતા, છતાં ભૂતકાળમાં યુવાનીમાં એ ખડતલ હશે એવું જોનારને સ્પષ્ટ દેખાતું