જાનના બદલે જનાજો નીકળ્યો કરુણ કથા- અલ્પેશ કારેણા. જાતિ પ્રમાણે નહીં પણ ધંધાની દ્રષ્ટિએ પરિવાર દરજીકામ કરતો હતો. નાનકડા ઘરમાં પતિ પત્ની અને સાથે ચાર બહેનો તેમજ એક ભાઈ. પિતા શ્રીએ ચાર બેહનોને રંગે ચંગે પરણાવી સાસરે વરાવી હતી. હવે સૌથી નાના ભાઈનો પરણવાનો સમય આવી ગયો હતો. ભાઈના લગ્ન એ ઘરના આંગણે છેલ્લો પ્રસંગ હતો એટલે બધાનાં મુખડા પર અઢળક રાજીપો સ્પષ્ટ દેખાતો હતો. નાનું ખોરડું પણ એ દરજીનું હૈયું જાણે ૨૪ કેરેટનું સોનું. ઘરે આટલી મોટી જગ્યા નહીં એટલે બહાર એક મોટી વાડી બૂક કરેલી. છેલ્લો પ્રસંગ છે તો મહેમાનને પણ સરખી રીતે સાચવી શકાય એ માટે કાકા