પ્રેમનું અગનફૂલ - 10 - 2

(50)
  • 5.2k
  • 4
  • 1.8k

ગોદામ પહેલાના ગોદામ કરતા મોટું હતું અને ત્યાં બે મશીન પડ્યાં હતા, તે મશીન ઝેરોક્ષ મશીન ટાઈપનાં હતાં. તે સિવાય ત્યાં કલરના ડબ્બા, એલ્યુમિનિયમનો કાગળ, સફેદ કાગળોનાં બંડલો પડ્યાં હતાં. ‘આ... આ.. શું છે...?’ રસીદએ આશ્ચર્ય સાથે પૂછ્યું. ‘રસીદ આ એ વસ્તુ છે કે જેણે અમને અહીં સુધી પહોંચતા કર્યા છે.’ ચહેરા પર સ્મિત ફરકાવતાં કદમ બોલ્યો. ‘એટલે... હું સમજ્યો નહીં...? રસીદના ચહેરા પર મૂંઝવણના ભાવ હતાં.