અંગારપથ - ૨૮

(243)
  • 9.6k
  • 12
  • 5.9k

અંગારપથ. પ્રકરણ-૨૮. પ્રવીણ પીઠડીયા. કાંબલે ભયંકર રીતે ડરી ગયો હતો. બે દિવસથી તે એક અંધકાર ભર્યાં ભંડકિયામાં લગભગ મરી જવાની અણી ઉપર પડયો હતો. બે દિવસમાં તો તે સાવ નંખાઇ ગયો હતો. ભૂખ અને તરસે તેના હાલ બેહાલ કરી નાંખ્યાં હતા. ઉપરાંત તેના જીગરમાં પડઘાતો ડરનો ઓછાયો ક્ષણે-ક્ષણ તેના હૌસલાને પસ્ત કરી રહ્યો હતો. એવામાં એકાએક ભંડકિયાનો દરવાજો ખૂલ્યો અને એક પહેલવાન જેવો વ્યક્તિ તેને લગભગ ઢસડતો હોય એમ ઉંચકીને બહાર લઇ આવ્યો હતો. બહાર નીકળતાં જ તેની આંખો અંજાઇ ગઇ. બે દિવસ કે તેથી વધું સમય અંધકારભર્યા માહોલમાં વિતાવ્યાં પછી એકાએક પ્રકાશમાં આવતાં એવું થવું સ્વાભાવિક હતું. તે