વન્સ અપોન અ ટાઈમ - 121

(72)
  • 6k
  • 1
  • 3.6k

ગવળીને રાજકારણમાં રસ પડી ગયો એટલે તેની ગેંગની પ્રવૃત્તિઓ ઓછી થઈ રહી હતી. એ સ્થિતિમાં છોટા રાજન અને દાઉદ ગેંગ વચ્ચે જ ગેંગવોરની વધુમાં વધુ ઘટનાઓ બનવા માંડી. 1999ના વર્ષમાં મુમ્બૈયા અંડરવર્લ્ડના શૂટર્સે 48 વ્યક્તિઓની હત્યા કરી, એમાં એક જ વ્યક્તિની હત્યા અરૂણ ગવળી ગેંગ દ્વારા કરવામાં આવી હતી. જો કે મુંબઈ પોલીસે 1999માં અંડરવર્લ્ડના 83 શૂટર્સને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા એમાં 67 શૂટર્સ ગવળી ગેંગના હતા.