વન્સ અપોન અ ટાઈમ - 120

(65)
  • 6.6k
  • 10
  • 3.6k

અબુ સાલેમ એક બાજુ બૉલીવુડ અને ઉદ્યોગજગતના માંધાતાઓને ખંખેરીને પૈસા બનાવી રહ્યો હતો ત્યારે બીજી બાજુ તેણે પોતાની કાળી કમાણી વિદેશોમાં એક નંબરના ધંધામાં રોકવાનું શરૂ કરી દીધું હતું. આ આઈડિયા તેણે દાઉદના એ પ્રકારના રોકાણ પરથી લીધો હતો. દાઉદ ઈબ્રાહિમે દુબઈ, પાકિસ્તાન, હોંગકોંગ, બહેરીન, ઈંગ્લેન્ડ, ભારત તથા અન્ય દેશોમાં તેની એક નંબરની મિલકતો ઊભી કરી હતી અને પાક્કા બિઝનેસમેનને છાજે એ સ્ટાઈલથી કાળી કમાણીના પૈસા ધોળા ધંધામાં નાખ્યા હતા.