અંગત ડાયરી - બચ્ચે મન કે સચ્ચે

(14)
  • 7k
  • 2
  • 2.4k

અંગત ડાયરી શીર્ષક :બચ્ચે મન કે સચ્ચેલેખક : કમલેશ જોશીઓલ ઈઝ વેલબાળક વધુ સમજદાર કે વડીલ? આ પ્રશ્નનો જવાબ આપવો તમે ધારો છો એટલો સહેલો નથી. કેમકે વડીલના ગંભીર, ગમગીન અને માયુસ ચહેરા સામે બાળકનો ખીલ-ખીલ હસતો, નિષ્ફિકર, ખીલેલા ગુલાબ જેવો ચહેરો સરખાવીએ તો વડીલ કરતા બાળક, જીવનને વધુ માણતો-સમજતો હોય એવું લાગ્યા વિના રહેતું નથી. એક મિત્રે ખૂબ જ સરસ અવલોકન રજૂ કરેલું : તમે જોજો, બાળક જે કંઈ પણ કરશે એ સંપૂર્ણ કરશે. તનથી, મનથી, દિલો-દિમાગથી કરશે. જીદ પૂરી નહિ થાય તો ધ્રુસકે-ધ્રુસકે રડશે, આખે-આખો ધ્રુજશે, એના રુંવાડે-રુંવાડા ઉભા થઇ ગયા હશે, હાથ-પગ પછાડશે... સંપૂર્ણ રુદન..! જયારે આપણે રડતા