આંખો.. - 3

(20)
  • 4.6k
  • 2
  • 1.6k

થોમસ થોડે દુર થી જ તેને જોઈ રહ્યો. એ પોતાના કામમાં વ્યસ્ત છે, એ જ તૂટેલ થિંગડાં વાળાં કપડાં, એજ સ્મિત જે તે દિવસે તેના મોં પર હતું અને બાજુ માંથી પસાર થતા લોકોને ફૂલ ખરીદવા આગ્રહ કરવા ની તેની એજ રીત. થોમસ નજીક જઇ તેની સામે જોઈ રહ્યો. પેલી ને તેનો અણસાર આવી ગયો, તેને લાગ્યું કે તેની સામે કોઈ ગ્રાહક ઉભેલ છે, તે રટેલું બોલવા લાગી, 'આવો સાહેબ, કયા ફૂલ આપું, ગુલાબનાં કે મોગરાના? પત્ની માટે જોઈએ કે ગર્લફ્રેંડ માટે? લઇ જાવ સાહેબ જેના માટે લઇ જશો એ ખુશ થઈ જશે. 'નહીં, આજે હું ફૂલ લેવા માટે નથી