સિક્સ રેન્જર્સ - 4

(16)
  • 4k
  • 4
  • 1.4k

બધા અઘોરીઓ અને પ્રતીકના દાદા, ગુરુ બાળીનાથ ને પ્રણામ કરે છે. કાન્તિલાલ (પ્રતીકના દાદા)- હે અઘોર ગુરુ બાળીનાથ તમારા દર્શન કરી હું ધન્ય થયો. પણ આવી રીતે મને બોલવાનું કારણ? ગુરુ બાળીનાથ- કાન્તિલાલ કે પછી કાલીનાથ કહીને સંબોધુ તમને! તમારી વાસ્તવિકતા થી પાછા અવગત કરાવવાનો સમય આવી ગયો છે. કાન્તિલાલ- માફ કરજો પણ હું કશું સમજ્યો નહીં! 72 ની ઉંમરે પહોંચેલા કાન્તિલાલ નું મગજ થોડા ક્ષણ માટે બહેર મારી ગયું. ગુરુ બાળીનાથ- મારી બાજુ ના આ આસનમાં બેસો તમને બધા જ જવાબ મળી જશે અને મન માં મહાદેવ નો જાપ કરો. કાન્તિલાલ- ગુરુ બાળીનાથ આદેશાનુસાર કાંતિલાલે તેમની બાજુનું આસન ગ્રહણ