K Makes Confusion - કાવ્યથી કાવ્યા સુધીની સફર - 1

(19)
  • 5.2k
  • 1
  • 1.9k

તમે કોઈને શાંત શબ્દે પ્રેમ કર્યો છે ?આપણા જીવનમાં કોઈ માણસ અથવા કોઈ વ્યક્તિત્વ એટલું વણાય જાય છે કે તેની હાજરી આપણા સમયને ટૂંકો અને ત્વરિત કરી નાખે છે અને તેની ૫ મહિનાની ગેરહાજરીઆપણને ૫ વર્ષ જેવું વ્યતીત કરાવે છે.વિરહ મીઠો લાગે પણ વિરહ ટૂંકો હોય તો. મિલનની રાહનું માધુર્ય અલૌકિક હોય છે પણ આ વિરહ અનંતકાળ માં ફેરવાય જશે એવો ડર આપણામાં ઉત્પન્ન થાય અને એ ડર સત્યની કિનારી ઉપર ઉભો ઉભો આપણી સામે ડોકિયા કરતુ હોય, આપણને વધુ ડરાવતું હોય તો કેવું લાગે ? આ કહાની થોડી આવી વિચિત્રતાઓથી ભરેલી છે.