અધ્યાય 6 " કાલ્પનિકતા ની દુનિયા માં આપનું સ્વાગત છે"મંત્ર બોલવાની સાથે તે આ દુનિયામાંથી ગાયબ થઈ ગયો, કોઈ નામો નિશાન ના રહ્યું તેનું વાસ્તવિકતાની દુનિયામાં, અને તે પહોંચી ગયો સીધો કાલ્પનિકતાની દુનિયામાં.કલ્પનાઓની દુનિયા જ્યાં અર્થ ના માનવા મુજબ બધુજ સુંદર હતું.અર્થ એક ખુલ્લા મેદાનમાં ઉભો રહી ગયો જ્યારે તેણે આંખ ખોલી ને જોયું ત્યારે ચારેબાજુ લીલું છમ ઘાસ હતું.તેણે આજુબાજુ જોયું તો ખબર પડી કે તે અહિયાં એકલો ઉભો હતો.પણ હજી તેને પાછળ વળીને નહોતું.તેણે પાછળ વળીને જોયું તો એક ઠીંગણો માણસ ઉભો હતો.તે તેટલો બધો પણ ઠીંગણો ના હતો પણ અર્થ એ કદાચ ઠીંગણા માણસો ખૂબ ઓછા જોયેલા