રાવણોહ્મ - ભાગ ૧૨

(34)
  • 3.1k
  • 2
  • 1.5k

કાદરભાઈ એ એક અડ્રેસ લખાવ્યું , થોડીવાર પછી વિક્રાંત એક નાની રેસ્ટોરેન્ટ માં પહોંચ્યો . કાઉન્ટરની પાછળ બેસેલા કાદરભાઈ ને તે ઓળખી ગયો . સોમે પાછલા વરસે તેની ઓળખાણ કાદરભાઈ સાથે કરાવી હતી અને કહ્યું હતું કે કાદરભાઈ મારા દરેક કામમાં સાથીદાર છે અને કોઈ કારણસર હું ક્યાંક ફસાઈ જાઉં તો તેમની મદદ લેજે , તે વખતે તેને અજુગતું લાગ્યું હતું પણ આજે તેનો અર્થ ખબર પડ્યો હતો . કાદરભાઈએ વિક્રાંત ને ઈશારો કરીને પાછળ જવાનું કહ્યું અને કોઈ વિક્રાંત ની પાછળ તો નથીને તે વાત ની ખાતરી કર્યા પછી તે વિક્રાંતની પાછળ ગયા અને તેને લઈને એક નાની ઓરડીમાં