કૂખ - 6

(11)
  • 5.6k
  • 1
  • 1.8k

‘પ્રકાશ...’ અંજુ પ્રકાશની આંખોમાં આંખો પરોવી પળાર્ધ માટે અટકી કે છટકી ન જાય એવી ત્વરાથી બોલી : ‘એક વાત પૂછું ? જે મારે પહેલા પૂછવી જોઈતી હતી...’ પ્રકાશની મૂક સંમતિ સમજીને ઘસાતાં સ્વરે બોલી : ‘તું ક્યાંય કોઈનો પતિ તો નથી ને !?’ અંજુનું આવું પૂછવું, સવાલ કરવો પ્રકાશને ઠીક કે યોગ્ય ન લાગ્યો. પોતે કોઈને પતિ હોય અથવા ન હોય તેથી તેને શું ફેર પડવાનો હતો ? ખરું પૂછે તો આવો સવાલ જ કોઈને કરાય નહી. પણ પ્રકાશની પ્રતિક્રિયા જાણ્યા,સાંભળ્યા વગર કહી દીધું:‘તો તું આટલો ડર શા માટે અનુભવે છે ?’ થોડીવાર તો પ્રકાશને એમ થયું કે અંજુએ પોતાને રંગે હાથ પકડી લીધો છે. અંદરથી જાણી લીધો છે. બોચીએથી આખેઆખો ઝાલી લીધો છે. હવે છૂટવાની કોઈ સંભાવના નથી.