વન્સ અપોન અ ટાઈમ - 113

(67)
  • 7k
  • 8
  • 3.9k

દિલ્હીમાં રોમેશ શર્માની ધરપકડ થઈ હતી અને છોટા રાજન દાઉદ ગેંગને નબળી પાડવા પૂરી તાકાત અજમાવી રહ્યો હતો એ દરમિયાન દાઉદ ગૅંગને વધુ એક ફટકો પડ્યો. છોટા રાજનના શૂટર્સ દાઉદ ગેંગના મહત્વના માણસોને વીણીવીણીને મારી રહ્યા હતા. 4 નવેમ્બર, 1998ના દિવસે છોટા રાજન ગેંગના ત્રણ શૂટરે મુંબઈના બાંદરા રેલવે સ્ટેશનમાં ભરબપોરે, 12.45 કલાકે છોટા શકીલના ખાસ માણસ, દાઉદ ગેંગના ફાયનાન્સર અબ્દુલ ગુલામ રસૂલના શરીરમાં 16 ગોળી ધરબીને તેને મારી નાખ્યો. એ વખતે બાંદરા સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ટ્રેનની રાહ જોઈ રહેલા બે ઉતારુ પણ નવાણિયા કુટાઈ ગયા.