અર્ધ અસત્ય. - 20

(211)
  • 8.9k
  • 1
  • 6k

હવેલીનો દરવાજો ભયાનક કિચૂડાંટના અવાજ સાથે ખૂલ્યો અને વર્ષોથી જામેલી ધૂળનો એક ભભકો હવામાં ફેલાયો. એ સાથે જ વર્ષોથી બંધિયાર રહેલી અંદરની કોહવાટ ભરેલી વાસ અભયનાં નાકમાં ઘૂસી. અનાયાસે જ તેનો હાથ પોતાના નાક તરફ વળ્યો હતો અને ધૂળ તથા દુર્ગંધને હટાવવા તેણે હાથને હવામાં વિંઝયો હતો. થોડો સમય ત્યાં દરવાજામાં જ તે ઉભો રહ્યો અને બહારથી જ અંદરનો જાયજો લીધો. હવેલીનો દિવાનખંડ વિશાળ જણાતો હતો. કોઇ રાજા-મહારાજાનાં દરબારમાં હોય એવો. દરવાજાની અંદર પેસતાં જ લાંબી પરસાળ હતી જે દિવાનખંડને સમાંતરે ગોળ ફરતી બનેલી હતી.