પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! - 2

(22)
  • 3.3k
  • 4
  • 1.5k

પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! પ્રકરણ ૨: ક્યુટ બેબ ડીસેકશન હોલ 150 ડૉક્ટર થવાના સપના સાથે ઉતરેલા છોકરાઓથી ભરેલો હતો.. ક્યાંક કોઈને ઊલટીઓ થઈ તો કોઈ ચક્કર ખઇને પડ્યું .. ૬ ટીમમાં વહેંચાયેલો એક વર્ગ, 6 ડેડબોડીને ઘેરીને ઉભો હતો. આ આખા ટોળામાં છેલ્લા ટેબલની ફરતે એક છોકરી અને એક છોકર એમની મસ્તીમાં જ બેઠા હતા. ડિસેક્શન દરમિયાન કેટલાક ઉત્સાહી છોકરાઓ પોતાની જાતને સર્જન માનીને પેક્ટોરાલીસ મેજર મસલ્સના લીરે લીરા ઉડાડી રહ્યાં હતા. અને આ કપલ બધી વસ્તુઓથી દૂર પોતાની જ મસ્તીમાં મસ્ત હતું .. આખો દિવસ ક્યાં પૂરો થઈ ગયો તેની ભનક સુધ્ધાં ચિરાગ અને મુસ્કાનને