પાણીનું વહેણ ઝડપી હતું. જાણે એક માં ને પહેલેથી જ અનહોની નો આભાસ થઈ ચુક્યો હોય અને પોતાની બધી તાકાત વાપરી પોતાનાં સંતાનની રક્ષા કરવાની કોશિશ કરતાં મદદ માટે કોઈકને બોલાવી રહી હોય. એક માં પોતાનાં સંતાનને નાની અમથી મુશ્કેલી સુધી બચાવી શકે છે પણ જ્યારે પોતાની મમતાની પરીક્ષા આપવાની હોય ત્યારે!... અને અહીં તો વાત એક નદી જે એક ભગવાન, જીવનદોરી અને એક માંની ભૂમિકા ભજવી રહેલી તેવી માં નર્મદાની છે. રેવાએ પોતાનાં કહેવાં પ્રમાણે પોતાનાં શરીરને નદીનાં પ્રવાહમાં સોંપી દીધું. બંને હાથ ખુલ્લા કરી, સીધાં કરી કોઈપણ બચાવની