ખેલ : પ્રકરણ-9

(188)
  • 6k
  • 9
  • 3.2k

દેવીદાસ રોડ પરની નાગજીની દુકાનથી તે સીધી જ રામ નગર અને મહાવીર નગરને જોડતા રસ્તા પર પહોંચી. ત્યાંથી સીધી જ બોરીવલી ગોરાઈ રોડ ઉપર છેક ઉત્તાન રોડ સુધી એકટીવા હંકારી. ત્યાં ખાસ્સી ટ્રાફિક હતી એટલે એને બ્રેક કરવી પડી. ટ્રાફિકમાંથી પસાર થઈ રસ્તો ઓળંગી ગોરાઈ બીચ પહોંચી. આમ તો તેને એકટીવા ચલાવવાનો ખાસ મહાવરો ન હતો પણ અર્જુને ગોઠવણ જ એ રીતે કરી હતી કે તેને માત્ર બોરીવલી અને ગોરાઈ સુધી જ એકટીવા ચલાવવી પડે. કદાચ એથી વધારે જરૂર પડે તો હાઈવે સુધી જવાનું થાય. બીચ પર પહોંચીને તેણીએ એકટીવા સાઈડમાં લગાવ્યું. પછી આગળ ગઈ અને ઉભી રહી. આવતા જતા