દોરડાં તો ચંગુભાઈનાં!(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-14) આપણે સંસારમાં રહેનારા. ખબર નહિ, કયારે કઈ વસ્તુ લેવા નીકળવું પડે. આપણને સ્વપ્નેય ખ્યાલ ન હોય એવી વસ્તુ લેવા નીકળવું પડે. એ વસ્તુ એવી પણ હોઈ શકે, કે જેનો ઉપયોગ આપણે કયારેય કર્યો ન હોય, કે કરવો પડે તેમ પણ ન હોય. મારે પણ આવું જ બન્યું. ગામડે રહેતા મારા સંબંધીનો ફોન આવ્યો કે, એક જાડું દોરડું લેવાનું છે. લઈને મોકલી દેજો. પણ ઈ દોરડું ચંગુભાઈ પાસેથી લેવાનું છે. એના જેવું દોરડું કોઈનું નથી આવતું. તેમણે મને જે જગ્યા કહી, એ જગ્યા તો મારી શાળાના રસ્તે જ