‘દાઉદના મજબૂત રાજકીય આધારસ્તંભ સમા રોમેશ શર્માને દિલ્હી પોલીસ પકડી પાડ્યો હતો. રોમેશ શર્માએ મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ પછી એ કેસના ઘણા આરોપીઓ તથા દાઉદ ઈબ્રાહિમની બહેન અને માતાને દિલ્હીમાં પોતાના નિવાસસ્થાનમાં આશરો આપ્યો હતો એવી માહિતી પોલીસને મળી હતી આ ઉપરાંત મલેશિયામાં એરક્રાફ્ટ એન્જિનિયર તરીકે નોકરી કરતા અને દિલ્હીમાં ઘર ધરાવતા રમેશ મલિક નામના માણસે પણ રોમેશ શર્મા વિરુદ્ધ ફરિયાદ કરી હતી.