મહેકતા થોર.. - ૬

(17)
  • 3.5k
  • 4
  • 1.6k

ભાગ-૬ (આગળના ભાગમાં પ્રમોદભાઈની અત્યાર સુધીની સફર જોઈ, આ બાજુ વ્યોમ r.m.o. પાસે પહોંચ્યો.. હવે આગળ....) r.m.o. ની સામે જઈ વ્યોમ બેસી ગયો ને પૂછ્યું, "સર, મારે શું કરવાનું છે અહીં?" r.m.o. એ ચશ્મામાંથી નજર ઉંચી કરી વ્યોમને માપી લીધો. થોડી માહિતી એની પાસે આવી હતી કે આ વ્યક્તિની સાન ઠેકાણે લાવવાની છે, હવે તો મનમાં ગાંઠ વળાઈ ગઈ એટલે વાત પતી. એ બોલ્યા, " તમારી આજની ડ્યુટી morgue માં રહેશે." વ્યોમ તો ડઘાઈ ગયો. ફોર્મેલીનની વાસથી એને સખત ચીડ હતી. પણ હવે તો શું થાય. રહ્યા વિના છૂટકો જ ન હતો. આર. એમ. ઓ. એને શબરૂમ સુધી લઈ ગયા.