પ્રેમ કે પ્રતિશોધ - 47

(53)
  • 4.2k
  • 1.9k

પ્રેમ કે પ્રતિશોધ-47(આગળના ભાગમાં જોયું કે અર્જુન પણ ટ્રેકરની મદદથી ફાર્મહાઉસ પર પહોંચે છે. બીજી બાજુ પ્રેમ વિનયને મારવા માટે વિનય સામે ગન તાંકીને ઉભો હતો...)હવે આગળ....“ધડામ...." કરતો અવાજ આખા ફાર્મહાઉસમાં ગુંજી ઉઠ્યો. પણ એ ધડાકો ગોળી ચાલવાનો નહોતો. પણ રૂમનો દરવાજો સ્ટોપર સહિત નીચે પછડાયો હતો. અને દરવાજે ચાર ખાખીધારીઓ હાથમાં ચમકતી રિવોલ્વર લઈને ઉભા હતા. થયું એવું કે બહારથી અર્જુને દરવાજાને સહેજ ધક્કો મારી અને ખોલવાનો પ્રયત્ન કર્યો. એટલે એને અંદાજ આવી ગયો કે અંદરથી સ્ટોપર બંધ કરેલું હશે.. અને બાકીનું કામ રમેશ અને દીનેશે એક સાથે દરવાજાને લાત મારીને કરી દીધું.રાજેશભાઈ જે-સે થઈ સ્થિતિમાં જ અવાચક બનીને ઊભા