ખેલ : પ્રકરણ-8

(190)
  • 6.6k
  • 11
  • 3.5k

સવારે તૈયાર થઇ ઓફિસે પહોંચેલી શ્રીને મનમાં હજુ ભય હતો. અર્જુનનું શુ થશે એ ભય એને અંદરથી કોરી ખાતો હતો છતાં બહાર એ દેખાય નહિ એવો પ્રયાસ કરતી ફાઈલમાં નજર નાખીને કશું જ નથી થયું એવો ડોળ કરતી હતી. ઘણી કોશિશ છતાં સામેના ટેબલ ઉપર અર્જુનની ખાલી ચેર પ્રશ્નો ઉભા કરતી હતી. શુ મારુ જીવન આ રીતે અર્જુન વિનાનું થઈ જશે...?? સ્થિર પાણીમાં પથ્થર પડતા જેમ સઘળું પાણી ખળભળી ઉઠે એમ એ સવાલ તેના મન અને દિલને હચમચાવી ગયો. "શુ થયું શ્રી?" વિક્રમેં આવીને ટેબલ ઉપર ચાનો કપ મુક્યો ત્યારે એ ઝબકી ગઈ. "કઈ નહિ." ફાઇલમાંથી નજર ઊંચી કરતા એ