કળયુગના ઓછાયા - 11

(85)
  • 4.8k
  • 6
  • 2.5k

અક્ષત આટલા બધા ફોન કરવા છતાં રૂહી ફોન ન ઉપાડતા બહુ ચિતામાં આવી જાય છે... તેની પાસે રૂહી સિવાય બીજો કોઈ નંબર પણ નહોતો...તેને તેની હોસ્ટેલ પણ જોઈ નથી અને હોય તો પણ આટલા વાગે તે કોઈ ગર્લ્સ હોસ્ટેલ પર પણ કેમ જઈ શકે??...હવે રૂહીના ફોનની રાહ જોવા સિવાય હાલ તો કોઈ ઉપાય નથી દેખાતો.તેને વાચવા બેસવુ છે પણ રૂહીની ચિતામાં એને પણ મુડ નથી આવતો... આ બાજુ રૂહી અને સ્વરા જમીને ઉપર આવતા હોય છે ત્યાં જ એક બે છોકરીઓ આવીને કહે છે મેડમે અત્યારે જ હોલમાં મિટિંગ રાખેલી છે..બધાએ જવાનું છે...રૂહી અને સ્વરા બંને ડાયરેક્ટ ત્યાંથી હોલમાં જાય