અગ્નિપરીક્ષા-3 ચિંતા ટળીમારા મામાનું ઓપરેશન ચાલી રહ્યું હતું. ઓપરેશન થિયેટર ની લાલ લાઈટ હજુ ચાલુ જ હતી. દેવિકા તો ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. એ કોઈ રીતે છાની રહેવાનું નામ જ લેતી નહોતી. મારા મામી એને છાની રાખવાની વ્યર્થ કોશિશ કરી રહ્યાં હતા. અને દેવિકા ને જોઈ જોઈને અમે બધા પણ રડી રહ્યા હતા. દેવિકા આમ પણ પહેલેથી જ એના પિતા ની વધુ નજીક હતી એટલે એના પિતા ને કંઈ થાય તો એ સહન જ ન કરી શકે. એનું રોવાનું બિલકુલ બંધ જ નહોતું થતું.મારા બંને મામીઓ અને મારી મમ્મી અમને બધા બાળકો ને હિંમત આપી રહ્યા હતા.*****મારા પપ્પા અને