ખેલ : પ્રકરણ-6

(204)
  • 5.9k
  • 8
  • 3.4k

ભીડ પસાર થઈ ત્યારબાદ શ્રી ઉતાવળે ડગલે ઓફીસ તરફ જવા લાગી. હોસ્ટેલમાં એને કોઈ તકલીફ તો નહોતી પણ અર્જુનના કહેવા મુજબ એણીએ રૂમ રાખી હતી. એ રુમ રાખવા પાછળ પણ અર્જુનનું કોઈ પ્લાનિંગ હશે જ એટલું એને ખબર હતી પણ અર્જુનને કઈ પૂછ્યું નહોતું. અર્જુન પણ જાસૂસી પુસ્તકો વાંચી વાંચીને ઘડાયેલો હતો. તેર વર્ષથી એકવીસ વર્ષ સુધી પોતાની એકલતા દૂર કરવા એની પાસે પુસ્તકો જ હતા. અર્જુનના કબાટમાં બધી થ્રિલર સસ્પેન્સ નવલકથાઓ જ હોય. એ પછી શ્રી પોતાના જીવનમાં આવી પણ પોતે અંગ્રેજી લેખકોની નવલકથાઓ વાંચતો. આખરે શ્રી ઓફીસ પહોંચી. તેણીએ નોધ્યું બધા આવી ગયા છે એટલે પોતે કઈક વધારે