દર્દ - 2

  • 3.8k
  • 1k

દર્દ – 2 આજે રસ્તા માં અચાનક જ મળી ગયો એ... હું મારા કામ થી જતો હતો ત્યાં જ રસ્તા થી થોડો દૂર એક ઝાડ ની નીચે બેઠેલો કોઈ વ્યક્તિ દેખાયો.. જગ્યા સૂમસામ હતી એટ્લે અચાનક જ નજર ગઈ.. પણ જોતાંવેત ઓળખી ગયો.. થોડીવાર ઊભો રહ્યો અને વિચારતો રહ્યો શું કરું.. એની પાસે જાઉં કે નહીં.. સાચું કહું ને તો ભીંજાવાનો ડર લાગ્યા કરે ક્યારેક તો.. થોડો નજીક જઇ ને જોયું તો એકલો એકલો કઈક બોલી રહ્યો હતો.. ઉપર જોઈને જાણે ફરિયાદ કરી રહ્યો હોય એવું લાગે... આમ તો એને કહ્યું હતું કે શું ફરિયાદ કરું.. કેટલી ફરિયાદ કરું ઉપરવાળા ને..