વિકૃત

(20)
  • 4.3k
  • 1
  • 1k

ગોકળિયું ગામ નામ એનું મોહનપુર, મોહનપુરમાં મોટાભાગનો વર્ગ મજુરી કરી ખાનાર હતો એટલે ગામના જુવાનીયાઓ દિવસે મજુરી જાય અને ઘરડાં છોકરાં અને ઘર સાચવે.એમાં સુખી ગણાતું ઘર સોમભાનુ હતું અડોશ પડોશનાં બધા છોકરાં શિરામણ કરીને અહીં આવી જતાં. એમના ઘર પાસે ઉગાડેલ બોરડી,આંબા,પીપળા અને લીમડા પર આંબલી-પીપળી રમતાં. પણ સોમભાની પત્ની જીવીમાનો સ્વભાવ બહુજ આકરો છોકરાં ઘરમાં ખંટાય જ નહિ.અરે એમની બીક એમનાં આંગણા પુરતી સીમિત ના રેહતા ઘર-ઘરમાં પોહચી ગઈ હતી જો કોઈ છોકરું વાત ન માને કંઈક તોફાન કરે તો ઘરવાળા કહે, “માનીજા નહીતો જીવીમાને બોલાવું”. એટલે બાળક ચુપચાપ માની જાય.સોમભા છોકરાઓને સીઝન પ્રમાણે બોર,લીંબોળી,કેરીઓ ખાવા આપે. વારે તહેવારે મીઠાઈ