માનવામાં આવે છે કે બ્રહ્માએ ચાર વેદોનું સર્જન કરતા પહેલા ગાયત્રીમંત્રનું ઉપાર્જન કર્યુ હતું. જગતજનની માં ગાયત્રીને વેદોએ સર્વ-દુઃખનિવારિણી કહી છે. ગાયત્રીમંત્રમાં રહેલા ૨૪ અક્ષરો ચોવીસ અલગ-અલગ બીજમંત્રો છે જેની શરીરનાં ૨૪ ભાગો પર વિવિધ અસર જોવા મળે છે. ૨૪૦૦૦ શ્લોક ધરાવતાં વાલ્મિકી રામાયણમાં, દર એક હજાર શ્લોક પછી શરૂ થતાં નવા શ્લોકનો પહેલો અક્ષર ગાયત્રી શ્લોકનો બીજમંત્ર છે.