ક્ષણભર હું વિચારોમાં ખોવાઈ ગયો. કારણ કે ઘણા વર્ષો પછી મારા મનને હાથમાં પીંછી ઉપાડી હતી. અને તેમના હલકા સ્પર્શથી આછી તૂટતી લાઇન દોરી જેમાં કોઈની છબી હોય એવો ભાસ થતો હતો. થોડીક્ષણ માટે તો હું ખુશ થયો કે મારા લાખો પ્રયત્નો કર્યા છતાં એક છબી નો આકાર બનાવી નહોતો શકતો એ છબીની આછેરી લાઇન આજે મન દ્વારા દોરવામાં આવી, પરંતુ સાથે સાથે લાખો પ્રશ્નો પણ ઉદભવતા હતા. પ્રથમ દિવસ, દ્વિતીય એમ ધીમે ધીમે ૭ મહિના થયા. આછેરી લાઇન થોડી ઘાટી બની અને કોઈ સ્ત્રીની છબી ઉભી કરી. કોણ હતું ? કેવી હતી ? શુ કામ હતી ? ક્યાંથી હતી