કૂબો સ્નેહનો - 12

(26)
  • 3.6k
  • 2
  • 1.8k

? આરતીસોની ? પ્રકરણ : 12 પ્રકરણ 11 માં વિરાજે અભ્યાસ બિલકુલ ન ખોરવાય અને અભ્યાસ પહેલું કર્તવ્ય છે એવી શરતે દિક્ષાને પ્રેમનો એકરાર કર્યો હતો.. બીજી તરફ ગામડે અમ્માને જેમ જેમ મંજરી મોટી થતી જતી હતી સતત એની ચિંતા સતાવતી રહેતી હતી.. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ મંજરીનું શિક્ષણ સૌની નજરોમાં બિનજરૂરી અને રૂપિયાનો વ્યય લાગતો હતો. એટલે યેનકેન પ્રકારે સગા-સંબંધી કે પછી આડોશી-પાડોશી તરફથી ઘણીવાર અમ્માને ટકોર થતી રહેતી કે, 'મંજરીને હવે વધારે ભણાવી ગણાવીને ક્યાં તમારે એને નોકરી કરાવવી છે? છેવટે એને તો ચુલો જ ફૂંકવાનો છે ને.! બહુ ભણેલી દીકરી માટે મુરતિયો શોધવો પણ મુશ્કેલ