ક્યારેક તો મળીશું - ભાગ ૧૧

(66)
  • 5.4k
  • 2
  • 2.1k

મૌસમને ઘરે મૂકી આવીને મલ્હાર પથારીમાં પડ્યો પણ મલ્હારને ઊંઘ ન આવી. મૌસમ સાથે થયેલા કારણ વિનાના મીઠા ઝઘડાને યાદ કરીને મલ્હાર મનમાં મલકાયો અને મલ્હારના ચહેરા પર સ્મિત લહેરાઈ ગયું. પથારીમાંથી ઉઠીને સ્ટડી રૂમમાં ગયો અને એક બુક લઈ વાંચવા લાગ્યો. આ તરફ પ્રક્ષેશ પંક્તિ સાથેની મુલાકાતને યાદ કરીને પોતાના રૂમમાં આંટા મારી રહ્યો હતો. પ્રક્ષેશ વિચારી રહ્યો હતો કે "પંક્તિ આટલી વાર સુધી ક્યા હતી? એક જ શહેરમાં અમે રહેતા હતા તો આટલાં વખત સાથે પંક્તિ સાથે મુલાકાત કેમ ન થઈ? વાંધો નહિ પણ હવે તો મુલાકાત થઈ ગઈ." સૂર્યના હળવા કિરણો મૌસમના ચહેરા