આગળ ના પ્રકરણ માં જોયું તેમ શ્રેયા અને સમીર બહુ સારા મિત્રો હતા. બલકે મિત્રોથી પણ કંઇક વિશેષ હતો એ બન્ને નો સંબંધ.સમીર શ્રેયા ની બહુ સંભાળ લેતો. શ્રેયા કંઇક બીમાર હોય કે કઈક થયું હોય તો એની વાતોમાં એની શ્રેયા પ્રત્યેની લાગણી વ્યક્ત થઈ જતી. બન્ને ને એકબીજા વગર ચાલતું ન હતું. વાત ના થાય ક્યારેક તો લાગતું કે જાણે આજનો દિવસ જ ખરાબ છે.બન્ને એકબીજા ને ક્યારે પસંદ કરવા લાગ્યા હતા એની એમને જ ખબર ન હતી.શ્રેયા મનોમન સમીરને ચાહવા લાગી હતી. તે મનોમન સપના જોઈ રહી હતી એની સમીર સાથેની જીંદગી ના,એણે તો સમીરને જ પોતાની જિંદગી