પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! - 1

(21)
  • 3.9k
  • 2
  • 1.7k

"પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! " પ્રકરણ ૧: પ્રથમ શરત(ફ્રેન્ડ્સ ફોરેવર) એ.જી. હાઇસ્કુલ, કોમર્સ છ રસ્તા, અમદાવાદ... સવારનો દસ વાગ્યાનો સમય. 10th ક્લાસનો રિસેસનો ટાઈમ. ચારેકોરથી થતો દસમા ધોરણના એટલે કે બોર્ડ આપવા જઇ રહેલા છોકરાઓનો શોર બકોર.. ક્લાસરૂમની પહેલી બેન્ચ પર ચશ્મા પહેરીને એક છોકરી ઉંધુ ઘાલીને બુક વાંચી રહી હતી અને એક બેંચ છોડીને પાછળ બેઠેલી છોકરીઓ તેના વિશે ખુલ્લા દિલે પંચાત કરી રહી હતી હતી. "રેવતી" એ છોકરીનું નામ..! બોર્ડમાં રેન્ક લાવવાનો છે બસ એ જ એનું ધ્યાન. આજુબાજુના શોર બકોર ની અસર બહુ એના પર થતી ન હતી. તે એની જ તલ્લીનતાથી વાંચી રહી