રાવણોહ્મ - ભાગ ૮

(32)
  • 2.9k
  • 1.4k

કાદરભાઈએ કહ્યું સર ને ફોલો કરજે તેમને કદાચ આપણી મદદ ની જરૂર પડે. જે ગાડીમાં તું સર ને અહીં લાવ્યો તે તું ત્યાંજ મૂકી દે હમણાં એક ગાડી ત્યાં પહોંચશે તેમાં સાગર અને વિમલ છે તેમને પણ સાથે લઇ જા એટલું કહીને કાદરભાઈએ ફોન મૂકે દીધો . થોડીવારમાં ત્યાં સાગર અને વિમલ ત્યાં આવ્યા , જસવંત તે ગાડીમાં બેસી ગયો અને કહ્યું ગોવા હાઇવે પર લઇ લે . સાગરે પૂછ્યું કામ શું છે ? જસવંતે કહ્યું સોમ સર ને બેક અપ આપવાનું . સાગરે કહ્યું તેમને બેક અપ ની જરૂર પડશે તેઓ તો પોતે વેન મેન આર્મી છે. જસવંતે કહ્યું