પ્રેમનું અગનફૂલ - 6 - 1

(38)
  • 4.5k
  • 1.9k

સ્ટીમબાથ માટેનું સ્પેશયલ સ્નાનગૃહ હોટનલા પાછળના ભાગમાં હતું. પાછળનો વિસ્તાર એકદમ ખુલ્લો હતો. ચારે તરફ નાની-મોટી ટેકરી અને મોટા વૃક્ષોથી તે સ્થળ ઘેરાયેલુ હતું. ચારે તરફ ઘેરો સન્નાટો છવાયેલો હતો. સાંજનો સમય થયો હતો. સૂર્ય પશ્ચિમમા ઢળી ગયો હતો. આકાશ વાદળોથી ઘેરાયેલું હોવાથી રાત પડી ગઇ હોય તેવું લાગી રહ્યુ હતું. ક્યાંય કોઇ જ દેખાતું ન હતુ. કદમ હાથમાં ટોવેલ લઇ સ્ટીમબાથ માટે સ્નાનગૃહ તરફ આગળ વધી ગયો.