વિષાદ યોગ - પ્રકરણ-48

(170)
  • 6.6k
  • 4
  • 4.1k

નિશીથ જ્યારે તેના રુમ પર પહોંચ્યો ત્યારે બધાજ તેની રાહ જોઇને બેઠા હતા. નિશીથ જઇને બેઠો એટલે કશિશે કહ્યું “ બોલ શું વાત થઇ? તેને તારી પાસે શું કામ હતું?” આ સાંભળી નિશીથ એક મિનિટ ખચકાયો. કશિશ સામે ખોટું બોલતા નિશીથની જીભ ઉપડતી નહોતી. જ્યારે પ્રેમ સાચો હોય છે ત્યારે વિશ્વાસ અને વફાદારીનું વજન તે સંબંધમાં સ્પષ્ટ જોઇ શકાય છે. નિશીથ અને કશિશના સંબંધમાં પણ આ બંને વસ્તું સ્વાભાવિક રીતેજ ઉમેરાઇ ગઇ હતી. નિશીથ કશિશને પહેલી વાર ખોટું કહેવા જઇ રહ્યો હતો એટલે તેનું દિલ દુભાઇ રહ્યું હતું પણ સાથેજ નિશીથને કશિશની ફિકર પણ એટલીજ થતી હતી. નિશીથે મનોમનજ