રવિવારની સવારે લાલચાલીના સસ્તા મકાનોની હારમાં ચહલપહલ શરૂ થઈ. મુંબઈમાં સૂરજ કરતા મોડા ઉઠવું એ પણ ભાગ્યે જ ચાન્સ મળે તેવી બાબત છે! રોજ કરતા મોડા ઉઠીને જાણે એક દિવસ માટે આઝાદી મળી હોય એવી નિરાંત બધાને હતી. ગરીબ અને મધ્યમવર્ગના લોકો એ ચાલીમાં રહેતા. ચાલીમાં એક મકાનમાં ભાડુઆત તરીકે અર્જુન પણ રહેતો. એક રુમ અને રસોડાનું મકાન. રૂમમાં એક છ બાય ત્રણની શેટી, રૂમની મધ્યમાં કઈ નવું કહી શકાય એવી એક ટીપોઈ, મકાન માલીકે જ ઘરમાં એક ખૂણામાં મુકેલ લાકડાનું કબાટ, જેમાં અર્જુનના કપડાં અને પુસ્તકો રહેતા. તેને પુસ્તકો વાંચવાનો શોખ પણ હતો અને પુસ્તકો સિવાય તેને કોઈ મિત્રો પણ