તારો મારો સથવારો

(16)
  • 11.6k
  • 1
  • 4.2k

"બેટા, તારી બસ આવી ગઈ" શરીરથી વૃધ્ધ ને મનનથી જુવાન દેખાતા દાદાનો અવાજ નિશાના કાને સંભળાનો. રોજ કોલેજથી ઘરે આવતી વખતે નિશા આ બસ સ્ટોપ પર ઊભી રહેતી. બસ આવતા જ તે દાદા નિશાને એલર્ટ કરતા ને નિશા બસમાં જઇ બેસી જતી. તેનો આ નિત્ય ક્રમ બની ગયો હતો. તે જયારે બસમાં બેસતી તે સમયે તેના રસ્તામાં કયારે પણ કોઈ આવતું નહીં પણ આજે અચાનક જ એક છોકરા સાથે તે અથડાઈ ગઈ. નિશા તો કંઈ ના બોલી પણ તે દાદા પાછળથી જરુર બોલ્યા."તે બિચારી તો જોઈ નથી શકતી પણ તું પણ શું આંધળો છે? ખુબસુરત છોકરી જોઈ નથી ને તેની