પ્રકરણ -22 રીવેન્જ રાજવીરે અન્યાને આજનું મીડ ડે.. નટરાજન પાસેથી લઇ લીધેલું તે અન્યાને બતાવ્યું અન્યાએ જોયું આખા પેજ પર એનોજ ફોટો છે અને રોમેરે ત્યાંથી એનું, ડેબ્યું થઇ રહ્યું છે. આવનાર ફીલ્મી નવી ખૂબસૂરત ટેલેન્ટેન્ડ હીરોઇન અન્યા" એ જોઇ એ ઉતેજીત થઇ ગઇ આનંદનાં શોકકથી જાણે જીભ સિવાઇ ગઇ પણ એની આંખો અને બોડીલેંગ્વેજ આનંદથી ઝૂમી ઉઠ્યું. "રાજવીર અન્યાને જોઇ સમજી ગયો કે એ એકદમ એક્ષાઇટેડ છે અને એ બોલ્યો "બેબી કાલમ.... કાલમ ... શાંત થા તારોજ ફોટો છે અને તારી આ પબ્લીસીટી એ લોકો કરી રહ્યાં છે... હજી ઘણું કરશે. તારે હવે એલર્ટ અને તૈયાર રહેવાનું