અંગત ડાયરી શીર્ષક : સંખ્યા રેખા અને લીંબુ ચમચીલેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલગણિતમાં એક સંખ્યારેખા ભણવામાં આવતી. બંને બાજુ તીર વાળી એક લીટી પર વચ્ચે શૂન્ય લખી જમણી તરફ ૧,૨,૩.. અને ડાબી તરફ -૧,-૨,-૩ લખવામાં આવે. અમારા સાહેબે પહેલી વખત આ ઋણ સંખ્યાઓ સમજાવી ત્યારે તો અમારા મગજમાં એ ઉતરી પણ નહોતી. મારા મિત્રના દાદાજીને જયારે અમે કહ્યું કે પાંચમાંથી પચ્ચીસ બાદ કરો તો કેટલા બાકી રહે? તો દાદાજી ગુસ્સે ભરાયા હતા. કદી પાંચમાંથી પચ્ચીસ બાદ થાય ખરા? જીવનમાં કદી કોઈ પાસે એક પૈસો ઉધાર ન લેનાર એ દાદાજી માની જ ના શક્યા કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઇ