પરસેવે પાણી

(21)
  • 2.9k
  • 840

શરીર પર વળતો પરસેવો સાફ કરતાં કરતાં ઝડપથી ડૉ.પવને હાથમાં મોજા પહેર્યા મોઢા પર માસ્ક લગાવ્યું અને પ્રયોગશાળામાં પહોંચ્યા. સૌમ્ય સ્વભાવ ધરાવતાં ડૉ.પવનના અચાનક બદલાયેલા વ્યવહારથી તેનાં સાથીઓ અકળાઈ ઉઠ્યા પણ જ્યાં સુધી ડૉક્ટર સાહેબ કશું ન બોલે ત્યાં સુધી પૂછવું કઈ રીતે કે શું થયું ? અધેડ ઉંમરના ડૉક્ટર પવનનાં શરીર પર વળેલા પરસેવા પર લાગેગી માટી થી એવું લાગતું હતું જાણે કે તેઓ કીચડમાં સ્નાન કરીને આવ્યા હોય. તેમની ટીમના યુવા સભ્ય ડૉ.મંથન તેમના સૌથી નિકટ હતાં પરંતુ ડૉક્ટર પવનના બદલાયેલા વર્તનને કારણે તેમણે પણ કશું પૂછવાની હિંમત ન કરી. થોડીવાર પ્રયોગશાળાનાં સૂક્ષ્મદર્શક યંત્રમાં એકીટશે ગંભીરતા થી નિહાળતા