અમુક ફિલ્મો આમ ભોળી ભોળી હોય. બિલકુલ ગ્લેમર વગરની હોય. એના મુખ્ય કલાકારો પણ મોટેભાગે ગ્લેમર વિહોણા હોય. આ પ્રકારની ફિલ્મમાં મોટાભાગના કલાકારો પણ નવા હોય અને અજાણ્યા હોય. આ પ્રકારની ફિલ્મો જોવા જવી એક રિસ્ક પણ હોઈ શકે તેમ છે. કલાકારો: નવાઝુદ્દીન સિદ્દીકી, આથીયા શેટ્ટી, વિભા છિબ્બર, નવની પરિહાર અને વિવેક મિશ્રા નિર્માતાઓ: વાયાકોમ 18 મોશન પિક્ચર્સ, રાજેશ ભાટિયા અને કિરણ ભાટિયા નિર્દેશક: દેબમીત્રા બિસ્વાલ રન ટાઈમ: ૧૨૫ મિનીટ કથાનક વાત ભોપાલની છે. આમ તો મોટું નગર અને અહીંના લોકો સાવ સાદા, સીધા અને સરળ છે. અહીની એક મધ્યમવર્ગીય પરિવારની કોલોનીમાં લગભગ બે વર્ષ પહેલા રહેવા આવેલી અનિતા ઉર્ફે