‘શું મને અંદર આવવાનું નહીં કહે આરઝૂ ? ' અમેયના અનુનયભર્યા પ્રશ્નથી આરઝૂ ઝબકી હતી. એણે બાજુ પર ખસી જતા અમેયને ફ્લેટમાં અંદર આવવા જગ્યા કરી આપી. તરત આરઝૂ અંદર કિચનમાં પાણી લેવા ચાલી ગઈ. જઇ રહેલી આરઝૂને જોઇ અમેયના હૈયેથી એક પ્રલંબ નિ:સાસો સરી પડેલો. એણે જીગરફાડ પ્રેમ કર્યો હતો આરઝૂને, હજી પણ કરતો હતો. છતાં આજે કેવા વિચિત્ર સંજોગોમાં એને અહીં આવવું પડેલું.