પ્રેમનું અગનફૂલ - 4 - 2

(50)
  • 4.2k
  • 2
  • 2.1k

બોર્ડર પર બાંધેલ તાર ફેન્સિંગની હદ આવી જતાં તરત ફોજીએ પોતાના ઊંટને આગળ દોડતું અટકાવ્યું. ઘણી વખત બોર્ડરમાં લોકો ઘૂસી આવતા હોય છે. અને બી.એસ.એફ. ના યુવાનો તેનો પીછો કરતા ભારતની સરહદ વટાવી આગળ નીકળી જાય, પણ પછી તરત ખબર પડે કે તે પાકિસ્તાન લશ્કરની એક ચાલ હતી. જેનો તે ભોગ બની ચૂક્યો છે, પચી તુરત પાકિસ્તાન લશ્કરના યુવાનો તેને ઘેરી લઇ પકડી લે અને પછી મોટો હોબાળો મચાવી દુનિયાભરના દેશોને બતાવે કે ભારતનું લશ્કર વારંવાર સરહદ પાર કરી અમારી બોર્ડરમાં ઘૂસી આવે છે.